ચોપડાની ઝંઝટ બંધ. લાઈવ સ્ટીચ ટ્રેકિંગ, ઓટોમેટિક બોનસ ગણતરી, પગાર-ઉપાડ અને લોકેશન હાજરી – બધું જ એક સરળ મોબાઈલ એપમાં.
નીચે સ્ટીચ નાખીને જુઓ કે સિસ્ટમ કોઈપણ માથાકૂટ વગર લાઈવ બોનસ કેવી રીતે ગણે છે.
💡 કોઈપણ સંખ્યા ટાઈપ કરો (દા.ત. 3,50,000 કે 4,20,000)
ચોપડા અને જૂની રીતો છોડો, કારખાનું ડિજિટલ બનાવો
ઓછું ભણેલા કારીગરો પણ કોઈપણ તાલીમ વગર માત્ર ૧ મિનિટમાં વાપરતા શીખી જાય છે.
કોઈ પાસવર્ડ નહીં – QR સ્કેન કરો એટલે મશીન અને શિફ્ટ લાઈવ.
ઝીરો ટાઈપિંગ – કેમેરાથી મશીન સ્ક્રીનનો ફોટો પાડી રિપોર્ટ સબમિટ.
કારીગરને દરરોજ પોતાનું બોનસ દેખાય, હિસાબમાં ૧૦૦% પારદર્શકતા.
સંપૂર્ણ એપ્લિકેશન સરળ સ્થાનિક માતૃભાષામાં ઉપલબ્ધ.
સ્ક્રોલ કરો અને જુઓ – ૧લી સેકન્ડથી મહિનાના પગાર સુધીની સંપૂર્ણ પ્રક્રિયા.
કારીગર શિફ્ટ શરૂ થતાં જ મશીન ડિસ્પ્લે સ્ક્રીનનો લાઈવ ફોટો પાડે છે. ગેલેરીમાંથી ફોટો લેવો અશક્ય છે – લાઈવ કેમેરાથી સ્ક્રીન વેરિફાઈ થઈને શરૂઆતના સ્ટીચ ઓટોમેટિક લોગિન થઈ જાય છે.
શિફ્ટ પૂરી થતાં કારીગર ફરીથી મશીન સ્ક્રીનનો આખરી સ્ટીચ ફોટો પાડે છે. બંને ફોટાના આધારે સિસ્ટમ ચોખ્ખા બનેલા સ્ટીચ ગણી લે છે – ખોટા સ્ટીચ લખવાની સંભાવના ૦%.
રિપોર્ટ ભરાતાં જ સિસ્ટમ સ્લેબ મુજબ લાઈવ બોનસ ગણી નાખે છે. મહિનાના અંતે ૧-ક્લિકમાં કારીગરની નેટ સેલેરી, ઉપાડ અને PDF સ્લિપ આપોઆપ તૈયાર.
સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રના સફળ કારખાના માલિકોના વાસ્તવિક અનુભવો અને વિડીયો રિવ્યુ જુઓ.
ઓનર, કેશવ ફેશન
"પહેલાં નાઈટ શિફ્ટમાં કેટલા સ્ટીચ થયા તે સવારે જ ખબર પડતી. હવે ઘરે બેઠા લાઈવ સ્ક્રીન ફોટો સાથે બધું દેખાય છે. મહિને ₹2,000 નું બોનસ નુકસાન અટકી ગયું!"
ઓનર, મહેક ફેશન
"દર મહિનાની ૧ તારીખે પગાર અને ઉપાડ ગણવામાં મારા ૩ દિવસ નીકળી જતા. ડિજિટલ સુપરવાઈઝર આવ્યા પછી માત્ર ૧ ક્લિકમાં દરેક કારીગરની સેલેરી સ્લિપ બની જાય છે."
ઓનર, ગંગોત્રી ફેશન
"સૌથી બેસ્ટ વસ્તુ છે કે કારીગર ગેલેરીમાંથી જૂનો ફોટો અપલોડ નથી કરી શકતો. લાઈવ કેમેરાથી જ સ્ક્રીન ફોટો લેવો પડે એટલે છેતરપિંડીનો કોઈ ચાન્સ જ નથી."
ઓનર, યમુના ફેશન
"જોબકાર્ડ અને કોટેશન સીધા પાર્ટીને વોટ્સએપ પર પીડીએફ બનીને જાય છે. એકાઉન્ટિંગ પહેલાંનું બધું જ કામ ડિજિટલ સુપરવાઈઝર સંભાળી લે છે. પૈસા વસૂલ સોફ્ટવેર!"
જેઓ પોતાના કારખાનાનું પ્રોડક્શન, કારીગર બોનસ અને સેલેરી ડિજિટલ સુપરવાઈઝર વડે સરળતાથી ચલાવી રહ્યા છે.
કોઈ પાસવર્ડ નહીં, કોઈ લાંબી એન્ટ્રી નહીં. માત્ર QR સ્કેન અને સ્ક્રીનનો ફોટો પાડી હિસાબ ચોખ્ખો.
"પહેલાં ચોપડામાં લખતા તો શેઠ સાથે બોનસમાં રકઝક થતી. હવે મશીનનો ફોટો પાડીને મૂકીએ એટલે સાંજે જ ખબર પડી જાય કે આજનું કેટલું બોનસ થયું. હિસાબ ચોખ્ખો!"
"મને વધારે લખતા-વાંચતા નથી આવડતું, પણ આ એપમાં માત્ર કેમેરાથી સ્ક્રીનનો ફોટો પાડવાનો રહે છે. હિન્દીમાં પણ ચાલે છે એટલે ૧ મિનિટમાં આવડી ગયું."
"જ્યારે પણ ઉપાડ લઈએ ત્યારે તરત મોબાઈલમાં દેખાય છે. મહિનાની ૧ તારીખે પગાર સ્લિપ વોટ્સએપ પર મળી જાય, કોઈ માથાકૂટ જ નહીં."
"ફેક્ટરીમાં આવીને સીધો QR સ્કેન કરવાનો અને શિફ્ટ પૂરી થાય એટલે મશીન સ્ક્રીનનો ફોટો. બધું જ ઓટોમેટિક છે, કોઈ ભૂલ થવાની સંભાવના જ નથી."
તમારા મશીન મુજબ વાર્ષિક પ્લાન ગણો
અનલિમિટેડ કારીગરો, કોઈ હિડન ચાર્જ નહીં!
સેંકડો એમ્બ્રોઈડરી ફેક્ટરી ઓનર્સ ડિજિટલ સુપરવાઈઝર વડે પોતાના બોનસના હિસાબ અને પ્રોડક્શનનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.