Digital Supervisor Logo
કેન્સલેશન & રિફંડ પોલિસી

Cancellation & Refund Policy

છેલ્લે અપડેટ કરેલ: ઓક્ટોબર ૨૦૨૬ | Last Updated: October 2026

Digital Supervisor (digitalsupervisor.online) પર અમે સંપૂર્ણ પારદર્શિતામાં માનીએ છીએ. કૃપા કરીને સબ્સ્ક્રિપ્શન ખરીદતા પહેલા અમારી નો-રિફંડ અને ફ્રી ટ્રાયલ નીતિ ધ્યાનપૂર્વક વાંચો.

નો-રિફંડ નીતિ (Strict No Refund Policy)

એકવાર પેમેન્ટ થઈ ગયા પછી કોઈપણ સંજોગોમાં પ્લાન કેન્સલ થશે નહીં અને કોઈ પણ પ્રકારનું રિફંડ (પૈસા પરત) આપવામાં આવશે નહીં. તેથી પેમેન્ટ કરતા પહેલાં ૭ દિવસનો ફ્રી ટ્રાયલ અવશ્ય વાપરીને ખાતરી કરી લેવી.

1 પહેલાં ૭ દિવસ મફત વાપરી જુઓ (7-Days Free Trial)

જો તમને સિસ્ટમમાં રસ હોય, તો અમે તમને કોઈ પણ ચાર્જ લીધા વિના પૂરા ૭ દિવસનો ફ્રી ટ્રાયલ આપીએ છીએ:

  • તમારી પોતાની ફેક્ટરી અને મશીનોમાં આ સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે તે પ્રેક્ટિકલ ચકાસી શકો છો.
  • કારીગરોને વાપરવામાં અનુકૂળ આવે છે કે નહીં તે જાણી શકો છો.
  • ૭ દિવસના ફ્રી ટ્રાયલ માટે કોઈ પેમેન્ટ કે ક્રેડિટ કાર્ડ વિગત આપવાની જરૂર નથી.

2 વિશ્વાસ ન બેસે તો શરૂઆતમાં ૧ મહિનાનો પ્લાન લઈ શકો છો

જો ૭ દિવસના ફ્રી ટ્રાયલ પછી પણ તમને લાંબા ગાળાના (૬ મહિના કે ૧ વર્ષ) પ્લાન માટે વિશ્વાસ ન બેસતો હોય, તો:

  • તમે ફક્ત ૧ મહિનાનો સ્ટાર્ટર પ્લાન (₹50 / મશીન) લઈ શકો છો.
  • આખા ૧ મહિના દરમિયાન પૂરતો અનુભવ લઈ લો, અને ત્યારબાદ સંતોષ થાય તો જ ૬ મહિના અથવા ૧ વર્ષનો મોટો પ્લાન રિન્યૂ કરાવી શકો છો.

3 સબ્સ્ક્રિપ્શન કેન્સલેશન નિયમ

  • ખરીદેલ પ્લાન (૧ મહિનો, ૬ મહિના કે ૧ વર્ષ) તેના સમયગાળા સુધી એક્ટિવ રહેશે.
  • પ્લાન વચ્ચેથી કેન્સલ કરી બાકીના દિવસોના પૈસા પરત માંગી શકાશે નહીં.
  • ઓટો-ડેબિટ (Auto-Debit) કે કોઈ છૂપો ચાર્જ લેવામાં આવતો નથી; તમારી મરજી હોય ત્યારે જ તમારે મેન્યુઅલી પ્લાન રિન્યૂ કરવાનો રહેશે.

4 સહાયતા & પૂછપરછ (Support & Inquiries)

પ્લાન ખરીદતા પહેલા તમને કોઈ પણ મૂંઝવણ કે શંકા હોય, તો અમારી ટીમ તમને ડેમો અને સપોર્ટ આપવા માટે તૈયાર છે:

Digital Supervisor Helpdesk
Website: digitalsupervisor.online | WhatsApp Support
વોટ્સએપ પર વાત કરો